GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 605 વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
GPSC Recruitment 2024: Gujarat Public Service Commissioner
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 14 નવેમ્બર 2024 થી 30 નવેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | gpsc.gujarat.gov.in |
પદોના નામ અને ખાલી જગ્યા:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પદોના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો.
GPSC ખાલી જગ્યા 2024 | |
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
જીલ્લા મેલેરીયા અધિકારી | 47 |
મદદનીશ નિયામક (હોમિયોપેથી) | 01 |
વહીવટી અધિકારી | 06 |
મોટર વાહન ફરિયાદી | 03 |
ઓફિસ અધિક્ષક | 07 |
મદદનીશ ઈજનેર (સિવિલ) | 96 |
નાયબ નિયામક | 01 |
મદદનીશ સંશોધન અધિકારી | 04 |
આચાર્ય | 02 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 33 |
કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) | 08 |
મદદનીશ પર્યાવરણ ઈજનેર | 144 |
મદદનીશ કાયદા અધિકારી | 03 |
મદદનીશ ઈજનેર (સિવિલ) | 250 |
અરજી ફી:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ની વેકેન્સી નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે UR/OBC/EWS – શ્રેણીના ઉમેદવારો ને રૂ. 100 અરજી ફી ચુકવવાની રહેશે. ફી ને લગતી વધુ માહિતી જાણવા માટે નોટિફિકેશન જરૂર થી વાંચો.
શેક્ષણિક લાયકાત:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ની ભરતી માં અરજી કરવા માગતા તમામ ઉમેદવારો ની શૈક્ષણિક લાયકાત: BE/B.Tech./ME/M.Tech./B.Ed/ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા વધુ માહિતી જાણવા માટે નોટિફિકેશન વાંચો.
અગત્યની તારીખો:
જે ઉમેદવાર મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ની ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે અરજીની પ્રક્રિયા 14 નવેમ્બર 2024 ના રોજ શરૂ થશે અને 30 નવેમ્બર 2024 ના રોજ પૂર્ણ થશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
વયમર્યાદા:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ની ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા રાખેલ છે જેની તમામ માહિતી તમને નીચે આપેલ ટેબલમાં મળી રહેશે.
GPSC પાત્રતા માપદંડ 2024 | ||
પોસ્ટનું નામ | વય મર્યાદા (30-10-2024 મુજબ) | લાયકાત |
જીલ્લા મેલેરીયા અધિકારી | 21-35 વર્ષ | ડીગ્રી, સંબંધિત શિસ્તમાં પી.જી |
મદદનીશ નિયામક (હોમિયોપેથી) | 21-37 વર્ષ | સંબંધિત શિસ્તમાં પી.જી |
વહીવટી અધિકારી | 21-39 વર્ષ | સંબંધિત શિસ્તમાં ડિગ્રી |
મોટર વાહન ફરિયાદી | 21-35 વર્ષ | કાયદામાં ડિગ્રી |
ઓફિસ અધિક્ષક | 20-35 વર્ષ | સંબંધિત શિસ્તમાં ડિગ્રી |
મદદનીશ ઈજનેર (સિવિલ) | 19-35 વર્ષ | સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech |
નાયબ નિયામક | 21-35 વર્ષ | પીજી/પીએચ. સંબંધિત શિસ્તમાં ડી |
મદદનીશ સંશોધન અધિકારી | 18-38 વર્ષ | ME/M.Tech. સંબંધિત શિસ્તમાં |
આચાર્ય | 18-35 વર્ષ | B.Ed અને PG |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 18-35 વર્ષ | સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech |
કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) | 21-40 વર્ષ | મિકેનિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech |
મદદનીશ પર્યાવરણ ઈજનેર | 21-40 વર્ષ | BE/ B.Tech (સિવિલ/પર્યાવરણ/કેમિકલ) |
મદદનીશ કાયદા અધિકારી | 21-40 વર્ષ | એલએલબીની ડિગ્રી |
મદદનીશ ઈજનેર (સિવિલ) | 21-40 વર્ષ | સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech |
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર (GPSC) ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને બે તબક્કામાંથી પસાર થવું પડશે પહેલું લેખિત પરીક્ષા અને બીજું ઇન્ટરવ્યૂ ત્યારબાદ તેમની ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી અને અપોઇમેન્ટ આપવામાં આવશે.
પગારધોરણ:
જે ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગમાં મદદનીશ ઈજનેર, જિલ્લા મેલેરિયા અધિકારી, મદદનીશ પર્યાવરણ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર પદ માટે ઉમેદવારને માસિક પગાર મળશે અને તેમને અન્ય ઘણા લાભો પણ મળશે જેવા કે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું અને વાર્ષિક મૂળભૂત પગારના 35% મૂલ્યના વધારાના લાભો અને આની સાથે જ પેકેજમાં કંપનીના નિયમોને અનુસરીને મેડિકલ ખર્ચ, ગ્રૂપ ઇન્શ્યોરન્સ, પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યુઇટી અને પર્ફોર્મન્સ-સંબંધિત પગાર (PRP) પણ આવરી લેવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રો સૌપ્રથમ ભરતી નોટિફિકેશન વાંચો ત્યારબાદ પોતાની યોગ્યતા પ્રમાણે અરજી કરો.
- અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://gpsc- ojas.gujarat.gov.in/ મુલાકાત લો .
- ઓફિસિયલ વેબસાઈટ પર ગયા બાદ એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારી પૂરતી માહિતી ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યાર બાદ પોતાની અરજી સબમિટ કરો અને કન્ફોર્મ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ નીકાળી લો.
- આ રીતે તમારું અરજી નું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ ભરતી વિશે પણ જાણો:
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |